New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/67945039-9d67-40da-8ac7-b1473340c2b3.jpg)
આમોદનાં આછોદ ગામમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ કરીને રૂપિયા 1 લાખનાં મુદ્દામાલ સાથે 8 જુગારીયાઓની ધરપકડ કરી હતી.
આમોદનાં આછોદ ગામ ખાતે જુગારની મહેફિલ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી આમોદ પોલીસને મળી હતી, જે બાતમીનાં આધારે પોલીસે અછોદનાં જુગારધામ પર રેડ કરી હતી, જેમાં 8 જુગારીયા જુગાર રમતા રંગે હાથ ઝડપાય ગયા હતા.
આમોદ પોલીસે 8 જુગારીયાની ધરપકડ સાથે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.