આમોદનાં વેડચા ગામ પાસે બાઈક સવાર યુવાનોને જીવંત વીજ તાર અડી જતા કરુણ મોતને ભેટતા અરેરાટી વ્યાપી

New Update
આમોદનાં  વેડચા ગામ પાસે  બાઈક સવાર યુવાનોને જીવંત વીજ તાર અડી જતા કરુણ મોતને ભેટતા અરેરાટી વ્યાપી

આમોદનાં વેડચા ગામ નજીક માર્ગ પર પડેલા જીવંત વીજ તારને અડી જતા બાઈક સવાર ત્રણ યુવાનોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

આમોદ તાલુકાનાં વાસણા ગામના રહેવાસી ત્રણ યુવાનો વિશાલ ઠાકોર, સંદિપ પરમાર અને રોહિત પરમાર બાનકો કંપનીમાં ફરજ બજાવી મધ્ય રાત્રીએ બાઈક પર તેઓના ઘરે પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન વેડછા ગામ નજીક માર્ગ પર પડેલ જીવંત વીજ તાર સાથે બાઈક અડી જતા બાઈક સવાર ત્રણેય યુવાનોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેય યુવાનોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતા જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જીવંત વીજ તાર માર્ગ પર પડવા બદલ વીજ કંપનીની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપ કર્યા હતા.આમોદ પોલીસે ઘટના સ્થળે દોડી આવી ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે આમોદ ની રેફરલ હોસપીટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથધરી છે.