New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/02a4b8ce-20b0-4871-8abe-a8974ede9b44.jpg)
આમોદનાં નાહિયેર ગામ ખાતે હનુમાનજી મંદિરનાં પટાંગણમાં જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા ભરૂચ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પનું આયોજન ડો. અલીમોહમદ અછવા મેડિકલ ઓફિસર પખાજણ દ્વારા કરવામાં આવ્યું હતુ. અને આ પ્રસંગે ડો. મનીષાબહેન વાઢીયા પણ હાજર રહ્યા હતા, અને હોમિયોપેથીક ડો. જયદિપ તલાટી તથા ડો. રિનાબહેન શાહએ હોમિયોપેથી દવાનું વિતરણ કર્યુ હતુ.
આ કેમ્પમાં આશરે કુલ 800 થી વધુ લોકોએ લાભ લીધો હતો.