Connect Gujarat

આવનારી ચુંટણીને નહી,આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બજેટ બનાવાયુ છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આવનારી ચુંટણીને નહી,આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બજેટ બનાવાયુ છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
X

આ બજેટ ટોકન નહી ટોટલ એપ્રોચ સાથે બનાવવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે. કે આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.

આ બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે. દેશમાં આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સી,ઇન્ટરનેટ ઓફ થીંગ્સ,લેસ-કેશઇકોનોમી,ઇલેક્ટ્રીસીટી માટે વન નેશન - વન ગ્રીડ,વોટર ગ્રીડ,રેલ ગ્રીડ,રોડ ગ્રીડ,સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવવાના પગલા,ઝીરો બજેટ ફાર્મીંગ,ક્લીન ઇકોનોમી આ તમામ પગલાં એક એવા ભારતનું નીર્માણ કરશે જેના માટે દરેક ભારતીયએ સ્વપ્ન સેવ્યું છે.

https://twitter.com/mansukhmandviya/status/1147097208434507776

આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ'પર ભાર મુકેલ છે. ટોટલ એપ્રોચથી દેશના દરેક નાગરિક/પરિવારને વર્ષ-૨૦૨૨ સુધીમાં આવાસની સુવિધા સાથે વિજળી, રાંધણ ગેસ,ટોઇલેટ, પાણીની સુવિધા,મળે તે માટે જોગવાઈ કરેલ છે. ઇઝ ઓફ લીવીંગમાં, આથી આગળ વધીને સરકારી કામકાજમાં ઓનલાઇન ટેકનોલોજી,ઇન્કમટેક્ષ ઓફીસમાં ફેસલેસ કાર્યવાહી,જાહેર સુવિધામાં જેવીકે, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન,વિગેરે સુવિધામાં બદલાવ લાવીને લોકજીવનની ગુણવત્તા સુધારવા કામ કરવામાં આવીરહેલું છે. આ બજેટમાં 'વુમન ડેવલોપમેન્ટ'ના સ્થાને 'વુમન લેડ ડેવલોપમેન્ટ'ની વાત કરવામાં આવી છે, તથા અનેક પગલાં ઉઠાવીને દેશનાં વિકાસ અનેઅર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપીને મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.

આજે પુરા વિશ્વમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. ૧૯૨ દેશમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી, ૪૦ થી વધુ દેશનાં ટોચનાં ગાયકો દ્વારા ગાંધી ૧૫૦ નીમીત્તે વૈષ્ણવજન ભજન ગાઇને અપાઇ રહેલી શ્રદ્ધાંજલિ વિગેરે ભારતનો વિશ્વમાં વધતો પ્રભાવ દર્શાવી રહેલ છે. ભારતની વિશ્વમાં હાજરી વધે તે માટે પાંચ દેશમાં નવી એમ્બેસી ખોલવામાં આવી રહી છે. આવા પાયાના મહત્વના નિર્ણયોથી ભવિષ્યનું નવું ભારત 'સશક્ત ભારત' બનશે, સ્વચ્છ અને ગ્રીન ભારત બનશે તેમાં કોઈ શંકા નથી તેમ મનસુખ માંડવિયાએ અંતમાં જણાવેલ છે.

Next Story
Share it