પ્રથમ કમાંકે રહી શાળાનું ગૌરવ વધાર્યું.

તા.૧૨-૦૮-૨૦૧૯, રવિવારના રોજ “નિહોન ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પીયનશીપ”નું આયોજન ભરૂચ શહેરની ઓક્ઝીલીયમ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. આ ર્સ્પઘાનું આયોજન “નિહોન સોટાકાન કરાટે એસોસીએશન(NSKA) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ૧૫થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. જેમા જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ-ભરૂચના વિદ્યાર્થીઓએ ૧૬ ગોલ્ડ મેડલ, ૨૫ સિલ્વર મેડલ અને ૨૦ બ્રોન્ઝ મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું. ચીફ ઇન્સ્ટ્રકટર-ગુજરાત સેન્સુઇ ફરહીન મલેક દ્વારા વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટીફીકેટથી સત્કારવામાં આવ્યા હતાં.

શાળા મેનેજમેન્ટ દ્વારા કરાટે કોચ સમીરભાઇ, કમલેશભાઇ, મહીપાલભાઇ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સ્વરક્ષણ મેળવી સ્વસ્થ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY