એ.આર.રહેમાનનું તમિલ રત્ન એવોર્ડથી કરાયું સન્માન

New Update
એ.આર.રહેમાનનું તમિલ રત્ન એવોર્ડથી કરાયું સન્માન

ઓસ્કાર એવોર્ડ વિજેતા દિગ્ગજ સંગીતકાર એ.આર.રહેમાનને અમેરિકા તમિલ સંગમ દ્વારા તમિલ રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ રહેમાનના યુ.એસ. ખાતે યોજાયેલા કોન્સર્ટ બાદ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અમેરિકા તમિલ સંગમના પ્રમુખ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે ઓસ્કાર અને ગ્રેમી વિજેતા એ.આર.રહેમાન શાંતિ, વિનમ્રતા અને ચેરીટીના અવતાર છે.

પ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટક સંગીતમાં પારંગત એવા એમ.એસ.શુભલક્ષ્મીના સન્માનમાં એ.આર.રહેમાનના કોન્સર્ટનું આયોજન એ સમગ્ર વિશ્વમાં વસતા તમિલો માટે એક ઐતિહાસિક પ્રસંગ છે.

રહેમાનનો કોન્સર્ટ ભારતના યુએન મિશન અને શંકરા નેત્રાલયા ( જે ચેન્નઇમાં આવેલી ચેરિટી સંસ્થા છે) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. એ.આર.રહેમાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ બદલ સંગમનો આભાર માન્યો હતો.

સંગમના જણાવ્યા મુજબ અગાઉ આ એવોર્ડ તમિલ ફિલ્મોના ડાયરેક્ટર ભારતી રાજા, ભારતનાટ્યમમાં પારંગત કમલા લક્ષ્મણ અને ગણિતમાં પારંગત એવા શ્રીનિવાસ વર્ધાને એનાયત કરવામાં આવ્યા છે.