Connect Gujarat

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો ધમાકો, બાંગ્લાદેશને 2-0 થી કર્યું પરાસ્ત
X

કોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી

હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય

નોંધાવ્યો છે.

કોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં

શાનદાર વિજય મેળવ્યો છે. બે

મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી માત આપી દીધી છે. આપને બતાવી દઈએ કે, ભારતે ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશને ત્રણ દિવસમાં જ ઈનિંગ્સ અને 130 રનથી હરાવી દીધું હતું. ત્યાર બાદ કોલકાતામાં પણ ભારતે

બે મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હરાવી દીધું

હતું. ભારતની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ સતત સાતમી જીત છે. આ જીત બાદ

ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોષ્ટકમાં 360 પોઇન્ટ મેળવ્યા

છે. પોઇન્ટ ટેબલમાં પહેલેથી જ ટોચ પર રહેલી ભારતીય ટીમની સ્થિતિ વધુ મજબૂત બની છે.

રવિવારે કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું હતું. ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો અને તેની પ્રથમ ઇનિંગ્સમાં બાંગ્લાદેશની પૂરી ટીમ 106 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ પર 347 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સ ઘોષિત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતને 241 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 195 રનમાં પતન પામી હતી અને આ રીતે ભારત તેની પહેલી જ ડે-નાઈટ ટેસ્ટમાં વિજય સાથે ધમાકો કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં બાંગ્લાદેશ તરફથી મુશફિકુર રહીમે સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે આ ઇનિંગ્સમાં ભારત તરફથી ઉમેશ યાદવે મહત્તમ પાંચ વિકેટ લીધી હતી.

Next Story
Share it