New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/aishwarya-rai-1.jpg)
નિર્માત્રી પ્રેરણા અરોરા ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને એક ફિલ્મ બનાવાની યોજના કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી ડબલ રોલ કરે તેવી શક્યતા છે.
જોકે બીજી બાજુ નિર્માત્રી તેની સાથે સ્વ. નરગિસ દત્તની સફળ ફિલ્મ રાતઔર દિન ફિલ્મ કરવાનું પણ વિચારી રહી છે. હવે જોવું એ રહ્યું કે આ બે માંથી પહેલા કઇ ફિલ્મનું નિર્માણ થાય છે.
ઐશ્વર્યાને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મની સ્ક્રિપ્ટની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં કામ કરવા ઐશ્વર્યા રાજી થઇ ગઇ છે. તેમ એક અંગ્રેજી અખબારે જણાવ્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચન હાલ અનિલ કપૂર સાથેની ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી થાય તે પહેલા જ અભિનેત્રી પાસે બે ફિલ્મોની ઓફર આવી ગઇ છે.