Connect Gujarat
ગુજરાત

કંડારી પાસે મારૂતિવાને રીક્ષાને પાછળથી ટક્કર મારતા ૧નું કરૂણ મોત, ૨ ને ઇજા

કંડારી પાસે મારૂતિવાને રીક્ષાને પાછળથી ટક્કર મારતા ૧નું કરૂણ મોત, ૨ ને ઇજા
X

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે એક મારૂતિવાને આગળ ચાલી રહેલી રીક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે રીક્ષામાં સવાર અન્ય બે ને ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડીસાંજે નેશનલ હાઇવે પર કંડારીના ગુરૂકુળથી રીક્ષા માં બેસી પરત માતર જઇ રહેલાઓને પાછળથી આવી રહેલી એક મારૂતિવાનના ચાલકે ટક્કર મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી.

સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં સવાર કેતન રાજાભાઇ ગડીયા નામના યુવાનને ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.જ્યારે બે ઈશમો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માત સર્જી મારૂતિવાનનો ચાલક વાન ઘટના સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો.આ ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.આ અકસ્માત સંદર્ભે ડાહીબેન રાજા દાનાભાઇ ગડીયાએ મારૂતિવાનના ચાલક વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story