/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-373.jpg)
કચ્છના મુન્દ્રા એસટી ડેપોમાં મહિલા કંડક્ટરો માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા નથી.ડેપોમાં રેસ્ટ રૂમ બનાવાયેલો છે પણ તેનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરાય છે તો શૌચાલયની સગવડ પણ નથી.જેને લઈને મહિલા કંડકટરોને હાલાકીનો મનો સાકરવો પડે છે.
સતત ઉદ્યોગોથી ધમધમતા મુન્દ્રા નગર ના એસ.ટી. ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને પ્રવાસીઓ તો ઠીક હવે તો એસટીના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. એસટી ડેપોમાં મહિલા કંડક્ટર માટે અલાયદો રેસ્ટ રૂમ તો છે. પણ અહીં વધારાનો સામાન ખડકાયેલો છે.ડેપોમાં કુલ ચાર સ્થાનિક મહિલા કંડક્ટર છે.એસટીના જનરલ રેસ્ટરૂમની બહાર ગંદકી જોવા મળે છે. તો બીજી તરફ બાથરૂમની પણ વ્યવસ્થા નથી.જેને લઈને મહિલા કંડકટર અને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.આવી જ હાલત માંડવી એસટી ડેપો પર પણ જોવા મળે છે. એસટી નિગમના જવાબદારો આ અંગે યોગ્ય કરે તે જરૂરી બની રહે છે