Connect Gujarat
ગુજરાત

કચ્છના વિઘાકોટ સુધી પોલીસ અને BSF જવાનોનું સંયુક્ત પેટ્રોલીંગ, સમીક્ષા-સૂચનોની થઈ આપ-લે

કચ્છના વિઘાકોટ સુધી પોલીસ અને BSF જવાનોનું સંયુક્ત પેટ્રોલીંગ, સમીક્ષા-સૂચનોની થઈ આપ-લે
X

કચ્છની રણસરહદે બોર્ડર રેન્જ IG સુભાષ ત્રિવેદી, પશ્ચિમ કચ્છ SP સૌરભ તોલંબીયા અને જિલ્લા કલેક્ટર નાગરાજને કચ્છના વિઘાકોટ સુધી પોલીસ અને BSF જવાનોનું સંયુક્ત પેટ્રોલીંગ યોજી દેશવિરોધી પ્રવૃત્તિઓ રોકવા-શોધવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે.

ઈન્ડિયા બ્રીજથી વિઘાકોટ સુધી અંદાજે પચાસેક કિલોમીટરના નિર્જન સીમાડે

બીએસએફ જવાનો સાથેના સંયુક્ત પેટ્રોલીંગમાં નખત્રાણા DySP વી.એન.યાદવ, નરા અને ખાવડા પોલીસ મથકનો સ્ટાફ

જોડાયો હતો.

IG,

SP અને

કલેક્ટર, DySP સાથે નરાના PSI અરવિંદ પરમાર અને ખાવડા PSI પરાક્રમસિંહ કચ્છવાહા સામેલ થયાં હતા અધિકારીઓએ

વિઘાકોટ સાથે મોહન BOPની મુલાકાત લીધી હતી. અહીં BSF સાથે સરહદ મારફતે થતી નાપાક

ઘુસણખોરી, ડ્રગ્ઝ અને શસ્ત્રોની હેરાફેરી સહિત વિવિધ દેશવિરોધી પ્રવૃત્તિ અંગે સઘન

ચર્ચા કરાઈ તેને અટકાવવા તેમજ તેનું શોધન કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન અપાયું

હતું. બેઠકમાં BSFના ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર અને માણિક દત્તા તેમજ અન્ય જવાનો જોડાયાં હતા.

ફેન્સીંગવાળા વિસ્તારો અને ફેન્સીંગ વગરના વિસ્તારોના પેટ્રોલીંગ-સુરક્ષા વ્યવસ્થા

અંગે પણ સમીક્ષા-સૂચનોની આપ-લે થઈ હતી.

Next Story
Share it