કચ્છમાં ચાલુ સાલે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

New Update
કચ્છમાં ચાલુ સાલે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર

કચ્છમાં ચાલુ સાલે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.મોટાભાગના ખેડૂતોએ વાવણીની તૈયારી પણ કરી દીધી છે પણ મેઘરાજા હજી કચ્છ પર મહેરબાન થયા નથી.

Advertisment

સરહદી કચ્છ જિલ્લામાં ૪૦ ટકા ખેતી વરસાદ આધારીત છે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી દુકાળની સ્થિતિ છે ડેમો તળાવો તળિયા ઝાટક છે ક્યાય પાણી નથી તેવામાં ચોમાસાની સીઝનમાં મેઘરાજા કચ્છ પર મન મુકીને ન વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. જિલ્લામાં ખેડૂતોએ વાવણીની તૈયારી પણ આરંભી દીધી હતી તો મહીસાગર અને દાહોદ સહિતના જિલ્લામાંથી મજૂરો પણ અહીં આવી ચુક્યા છે. પણ વરસાદ ન પડતા ખેતીના પાક પર ભારે અસર જોવા મળી રહી છે. હાલમાં જુલાઈ માસમાં ઘાસ પણ ખૂટી પડ્યું છે. જો હવે વરસાદ ન પડે તો આ વખતે કચ્છમાં ભયંકર પરિસ્થિતિ સર્જાય તેવી દહેશત છે.મેઘરાજાને મનાવવા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો, કચ્છીઓ રોજ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે હવે લોકોની બસ આકાશ તરફ મિટ મંડાઈ છે.