કચ્છ : અંજારમાં જમીન વિવાદ મુદ્દે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફરિયાદીના ઘરે કરાયું ફાયરિંગ

New Update
કચ્છ : અંજારમાં જમીન વિવાદ મુદ્દે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફરિયાદીના ઘરે કરાયું ફાયરિંગ

કચ્છના અંજારમાં જમીન વિવાદ મુદ્દે બે દિવસ પૂર્વે નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફરિયાદીના ઘરે ફાયરિંગ કરી ધમકીઓ અપાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગે અંજાર પોલીસમાં રતનાબેન રામજીભાઈ પટેલે શકદાર અલીશા શેખ અને અજાણ્યા ઈસમ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ , અંજારના કળશ સર્કલ નજીક આવેલા વાડી વિસ્તારમાં રતનાબેન ઘરે એકલા હતા ત્યારે બે દિવસ પૂર્વેની ફરિયાદનું મનદુઃખ રાખી ફરિયાદ પાછી ખેંચવા માટે બે ઈસમોએ ગાળો આપી , ધાક ધમકી કરી નાની બંદૂકથી ધડાકો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો..તો ઘરની બારીઓના કાચ ફોડી નાખ્યા હતા.

નોંધનીય છે કે , બે દિવસ પૂર્વે જ ફરિયાદીના પતિ રામજીભાઈએ જમીન વિવાદ મુદ્દે ફરિયાદ લખાવી હતી જે પરત ખેંચી લેવા આરોપીઓએ હવે ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે...બનાવ બાદ અંજાર પોલીસની ટીમની હાજરીમાં સ્થળ પરથી એફએસએલની ટીમે ફાયરિંગના પુરાવા એકત્ર કર્યા હતા પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.