Connect Gujarat
ગુજરાત

કચ્છ : મનરૂપી જેલની કેદમાંથી મુક્તિ મળે તો જ જીવનમાં સાચો બદલાવ આવી શકે : મોરારી બાપુ

કચ્છ : મનરૂપી જેલની કેદમાંથી મુક્તિ મળે તો જ જીવનમાં સાચો બદલાવ આવી શકે : મોરારી બાપુ
X

કચ્છ જીલ્લાના ભુજ શહેરની મુખ્ય પાલારા જેલ ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ કેદીઓ સાથે મુક્તમને વાર્તાલાપ કરી સંસ્કારોનું સિંચન કરવા સાથે બંદીવાનોને આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું.

ભુજ ખાતે આવેલ પાલારા જેલમાં જેલવાસ ભોગવી રહેલા કેદીઓ પોતાની સજા પૂરી કરીને મુક્ત થશે, ત્યારે આધ્યાત્મિક વિચારોથી તરબોળ થઈને મુક્ત થાય તેવા હેતુથી મુક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય મુક્તિ મહોત્સવમાં મોરારી બાપુએ બંદીવાનો સાથે વાર્તાલાપ કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેલની સુવિધા અને સ્વચ્છતા જોઈ તેઓ આનંદિત થયા હતા તેમજ પોતાની મુલાકાત સાર્થક બની હોવાનું જણાવ્યું હતું.

મનરૂપી જેલની કેદમાંથી મુક્તિ મળે તો જ જીવનમાં સાચો બદલાવ આવે છે, ત્યારે પાલારા જેલના કેદીઓએ કવર અને ફાઈલ બનાવવાની ટ્રેનિંગ મેળવી હતી. જેઓને ટ્રેનિંગ પૂરી થતાં મોરારી બાપુના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નિમા આચાર્ય, પૂર્વ મંત્રી તારાચંદ છેડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, જેલર ડી.એમ.ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Next Story
Share it