Connect Gujarat

કાનપુર નજીક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 40 થી વધુ લોકો ઘાયલ 

કાનપુર નજીક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 40 થી વધુ લોકો ઘાયલ 
X

અજમેર-સિયાલદહ એક્સપ્રેસ ના 15 ડબ્બા પાટા પરથી ઉતરી પડતા લગભગ 40 થી વધુ લોકો ગંભીર પણે ઘાયલ થયા હતા.

આ દુર્ઘટના કાનપુર થી 50 કિમી દૂર રૂરા નજીક લગભગ સવારના 5:20 વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનાની જાણ થતા રેલવે , પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહતની કામગીરી હાથ ધરી હતી.

ગંભીર ઇજાગ્રસ્તોને કાનપુર જિલ્લા હેડક્વાર્ટર ખાતે તેમજ અન્ય ઘાયલોને રૂરાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉત્તર રેલવે વિભાગ દ્વારા ઘટનાસ્થળે મેડિકલ ટ્રેન લખનઉથી રવાના કરવામાં આવી હતી.

સૂત્રીય માહિતી અનુસાર આ ઘટના બાદ અન્ય મુસાફરોની યાત્રા માટે લગભગ 12 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા, ઉપરાંત રેલવેતંત્ર દ્વારા ઘટના બાદ કાનપુર , લખનઉ અને હૈદરાબાદના હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યા છે.

રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ વરિષ્ઠ અધિકારીઓને આ અંગેની ઉંડાણમાં તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો

Next Story
Share it