કામદાર સમાજના મહાસંમેલનની તૈયારીઓ પૂર્ણ

ભરૂચ જીલ્લાભર માંથી શ્રમજીવીઓ ઉપસ્થિત રહીને સહભાગી બનશે
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસેના સિગ્નેચર ગલેરીયા ખાતે તારીખ 5મી જાન્યુઆરી ના રોજ સવારે કામદાર સમાજનું મહાસંમેલન યોજાનાર છે,આ પ્રસંગે ભરૂચ જીલ્લાભર માંથી શ્રમજીવીઓ ઉપસ્થિત રહેશે.
અંકલેશ્વર જીઆઇડીસી એમ્પ્લોઇઝ યુનિયન અને શ્રમીક કામદાર કલ્યાણ સંઘ દ્વારા આયોજિત કામદાર સમાજના મહાસંમેલનના આયોજક કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકીના જન્મદિન પ્રસંગે યોજાનાર આ કાર્યક્રમમાં તેઓના મિત્ર અને પુર્વ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ,સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પહેલાજ નિહલાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના માજી સભ્ય બલકરન પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહીને કામદારોમાં એકતા અંગે જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.
5મી જાન્યુઆરી કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકી નો જન્મદિન પ્રસંગની ઉજવણી પણ કરવામાં આવશે,જયારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર,પાનોલી,ઝઘડિયા,દહેજ સહિત ના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો,ઉદ્યોગકારો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
કામદાર સમાજના મહાસંમેલન પ્રસંગ અર્થે વિશાળ મેદાન માં ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને આવનાર લોકો માટે ની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.