કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ્દ કરાતા ભરૂચમાં યોજાયો ઋણોત્સવ

New Update
કાશ્મીરમાં ૩૭૦ની કલમ રદ્દ કરાતા ભરૂચમાં યોજાયો ઋણોત્સવ

કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરી તેને ભારતના એક અવિભાજય અંગ તરીકે જોડવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અનિત શાહનો ઋણસ્વીકાર કરવાના ભાગ રૂપે ભરૂચના રજપૂત છાત્રાલય ખાતે ઋણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisment

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી બિપીનભાઇ શાહ,ભાજપાના વરિષ્ઠ આગેવાન મનહર નાયક અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના જિલ્લા સરસંઘ ચાલક કિરણભાઇ જોષી સહિત ભરૂચના વરિષ્ઠ આગેવાનો,આર.એસ.એસ. અને વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો તથા પત્રકારોની ઉપસ્થીતીમાં ઋણોત્સવના આયોજક અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ઋણોત્સવની પ્રસ્તાવના મુકતા જણાવ્યું હતું કે, કાશ્મીર ૩૭૦ની ક્લમના કારણે ભારત માટે શીરોવેદના સમાન બન્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ઐતિહાસિક નિર્ણય લઈ કાશ્મીર માંથી ૩૭૦ની કલમ દુર કરી કાશ્મીરને સાચા અર્થમાં સ્વતંત્રતા અપાવી છે.કાશ્મીરને મુકત રીતે ભારતના એક અવિભાજય અંગ તરીકે જોડવા બદલ આ બંન્ને ગુજ્જુવીરોનું ભારત ઋણિ રહેશે.આ ઋણ સ્વીકાર કરી લોકોની સહી સાથેનો એક ઋણસ્વીકાર પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મોકલવામાં આવશે.

કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી બિપીનભાઇ શાહે જનસંઘથી ભાજપ સુધીની યાત્રાનો ચિતાર આપ્યો હતો.જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જિલ્લાના સરસંઘ ચાલક કિરણભાઇ જોષીએ કાશ્મીર અને ૩૭૦ની કલમ વિશે લોકોને માહિતી આપી મોદી અને શાહના નિર્ણયને આવકારી ઋણ સ્વીકાર કર્યો હતો.