કીમ રેલવે સ્ટેશન નજીકથી 75 કીલો ગાંજા સાથે બે કેરીયર ઝડપાયાં

New Update
કીમ રેલવે સ્ટેશન નજીકથી 75 કીલો ગાંજા સાથે બે કેરીયર ઝડપાયાં

કોસંબા રેલવે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કીમ રેલવે સ્ટેશન પાસે બે વ્યક્તિઓને 75 કિલો ગાંજા સાથે ઝડપી પાડયાં છે. કોસંબા રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે રેલવે લાઈન પરથી પસાર થનારી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી કીમ રેલવે સ્ટેશને બે વ્યકતિઓ ગાંજાના જથ્થા સાથે ઉતારનાર છે . જેથી પોલીસની ટીમ સવા અગિયાર વાગ્યાના સમયે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કીમ ખાતે આવે તે પહેલા વોચમાં ગોઠવાય ગયા હતા.

ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કિમ રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાંથી ઉતારી શંકાસ્પદ ચીજ વસ્તુઓ સાથે બે વ્યક્તિઓ ઉતાવળા ઉતાવળા થઇ નજીકના રેલવે પાર્કિંગમાંથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે પોલીસે બન્નેને શંકાના દાયરામાં લઇ તપાસ કરતા તેમના પાસેથી મોટી માત્રામાં 75 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બંને કેરીયરોની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Latest Stories