Connect Gujarat
ગુજરાત

કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કરાઇ વિશ્વ અન્ન દિવસની ઉજવણી

કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કરાઇ વિશ્વ અન્ન દિવસની ઉજવણી
X

કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા ખેડૂતો દ્વારા પકવવામાં આવતી ખેતપેદાશોના યોગ્ય સ્વસ્થ સલામત સંગ્રહ અને વ્યવસ્થાપન દ્વારા ગુણવત્તાયુક્ત ખેત પેદાશનો જથ્થો સંગ્રહ કરી તેના વેચાણ દ્વારા વધુ ભાવ ખેડૂતો મેળવી શકે તે અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવાના હેતુથી વિશ્વ અન્ન દિવસની ઉજવણી તા.૧૬ ઓકટોબરના રોજ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વઘઈ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતિ જાહીદાબેન ખલીફાએ હાજરી આપી ખેડૂતોને પોતાના બાળકોને જંકફૂડથી દુર રાખવા અને સમતોલ પોષણયુક્ત ખોરાક લેવા હાકલ કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જી.જી.ચૌહાણે સામાજીક પ્રસંગોપાત થતા અન્નના વેડફાટને અટકાવવા માટે પ્રકાશ પાડ્યો હતો.કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી જીગ્નેશ ડોબરિયાએ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકીનો મહત્તમ ઉપયોગ ખેતીમાં કરી આદર્શ અન્નદાતા બનવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીમતિ નિતલબેને આહારના પોષક ઘટકો વિશે સમજણ આપી હતી. પાક ઉત્પાદન વૈજ્ઞાનિક ડો.પી.પી.જાવિયા એ વિવિધ પાસા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ-૨૭ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story