/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/dc-Cover-3ifmp7arvo6dhm8iprgl87df31-20170111162612.Medi_.jpeg)
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી પંચે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
ગોવામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારની રેલીમાં અરવિંદ કેજરીવાલે એમ કહ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસના લોકો જો તમારી પાસે રોકડા લઈને આવે તો લઇ લેજો પણ વોટ તો આમ આદમી પાર્ટીને જ આપજો તેમના આ નિવેદન પર ચૂંટણી પંચે કડક પગલા લીધા છે.
વધુમાં હવે જો આચાર સંહિતાનો ભંગ કરશે તો આમ આદમી પાર્ટીની માન્યતા પણ રદ કરવાની ચીમકી ચૂંટણી પંચે આપી છે.
કેજરીવાલે પણ ચૂંટણી પંચના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો અને આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતુ.