Top
Connect Gujarat

કેટલાક ગીતો ક્યારેય ભુલાતા નથી :આલિયા ભટ્ટ

કેટલાક ગીતો ક્યારેય ભુલાતા નથી :આલિયા ભટ્ટ
X

કરણ જોહરની ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત તથા શશાંક ખૈતાન દ્વારા નિર્દેશિત ફિલ્મ "બદ્રીનાથ કી દુલ્હનિયા"માં અભિનેત્રી આલિયા ભટ્ટ જુના લોકપ્રિય ગીત "તમ્મા તમ્મા" ના એક નવા વર્ઝન પર ડાન્સ કરતી જોવા મળશે.

આલિયા ભટ્ટે શનિવારે ટ્વિટ કરી હતી કે " કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી અને કેટલાક ગીતો ક્યારેય ભુલાતા નથી".

"તમ્મા તમ્મા" ગીતમાં આલિયા ભટ્ટ તેના સહસાથી વરુણ ધવન સાથે ડાન્સ કરતી જોવા મળશે આ અંગેની ટ્વિટ વરુણે પણ તેના ચાહકો માટે કરી હતી.

આ ગીતનું મૂળ વર્ઝન 1990 માં આવેલ ફિલ્મ "થાનેદાર" નું છે જેમાં માધુરી દિક્ષિત અને સંજય દત્ત મુખ્ય કલાકાર તરીકે હતા.

આલિયા ભટ્ટે એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં એક તરફ સંજય અને માધુરી તથા બીજી તરફ આલિયા અને વરુણ જોવા મળે છે જેમાં વરુણના જેકેટની પાછળ " વર્તમાન V/S ભવિષ્ય" એવુ લખાણ છે.

Next Story
Share it