Connect Gujarat
ગુજરાત

કેન્દ્રિય વિદેશમંત્રી જયશંકર અને જુગલ ઠાકોરે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી

કેન્દ્રિય વિદેશમંત્રી જયશંકર અને જુગલ ઠાકોરે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી
X

વિજય રૂપાણીએ પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીયમંત્રી અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર એસ જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર જુગલજી ઠાકોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, કેબિનેટમંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે. આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પહેલા બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સામે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી અને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવી અરજી ફગાવી હતી.બંને ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રીની મુલાકાત લીધી

Next Story