/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/maxresdefault-82.jpg)
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ ભાજપમાં જોડાવાની ઘટનાએ રાજનીતિમાં નવા સમીકરણોના બીજ રોપ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાના MLAને બેંગ્લુરુ ખાતે લઇ જવામાં આવ્યા છે. જે અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભામાં સાંસદનાં ઉમેદવાર અહમદ પટેલે પ્રથમ વખત ચુપકીદી તોડી હતી,અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
અહમદ પટેલે મિડીયાને જણાવ્યુ હતુ કે ભાજપ સરકાર દ્વારા એજન્સીઓ તેમજ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને પૈસાની ઓફર કરવામાં આવી રહી છે, વધુમાં ટ્રાઇબલ MLAને પણ ઉઠાવીને લઇ ગઈ હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા.
વધુમાં અહમદ પટેલે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ સરકાર દ્વારા જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેના લીધે ધારાસભ્યોને બેંગ્લુરુ ખાતે રાખવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.