/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/b5a454c9-a5eb-4aee-ab55-3f14c9bd5e6c.jpg)
કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા.
પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડયો હતો. પશ્વિમ બંગાળમાં પ્રવાસે ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના પગેલ લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે એક પુત્ર ઘાયલ થયો હતો. જેને તત્કાલ સારવાર માટે હોસ્પિલ ખસેડવામાં આવ્યો હતો.
કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ દિવ્યાંગ બાળકોને લઇને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા. પ્રવાસ દરમિયાન તેમની લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થતી હતી ત્યારે ટ્રક સાથે તેમની બસનો અકસ્માત થયો હતો.જેના પગલે લલિત કગથરાના બે પુત્રો પૈકી વિશાલ કગથરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો રવિ કગથરા ઘાયલ થયો હતો.અકસ્માતમાં પુત્ર વિશાલના મોતના પગલે કગથરા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.