કોરોના મહામારી : રાજ્યમાં આજે 1145 નવા કેસ નોધાયા,17 દર્દીઓના મોત

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 1160 નવા કેસ નોધાયા,10 દર્દીના મોત

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1145 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે.જ્યારે 1120 દર્દીઓને સારવાર આપ્યા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 82,087 પર પહોંચી છે.અને કુલ મુત્યુઆંક 2839 થયો છે.

રાજ્યમાં આજે 1145 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 93,  સુરતમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 62,  જામનગર કોર્પોરેશન 59, પંચમહાલ 44, ભાવનગર કોર્પોરેશનમાં 35, મોરબી અને રાજકોટમાં 34-34, કચ્છમાં 30, દાહોદમાં 28, અમરેલીમાં 27, ભાવનગરમાં 25, ભરૂચમાં 22, વડોદરામાં 22, મહેસાણામાં 20, બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, પાટણમાં 1  નું મોત થયું છે.  

રાજ્યમાં હાલ 14,418  એક્ટિવ કેસ છે, જ્યારે 64,830 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,337 લોકો સ્ટેબલ છે