Top
Connect Gujarat

કોલકાતામાં ડૉક્ટર પર થયેલ હુમલાના સમગ્ર દેશમાં પડઘા, અરવલ્લી જિલ્લામાં ડોક્ટરોનો વિરોધ

કોલકાતામાં ડૉક્ટર પર થયેલ હુમલાના સમગ્ર દેશમાં પડઘા, અરવલ્લી જિલ્લામાં ડોક્ટરોનો વિરોધ
X

કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજમાં ડૉક્ટર પર થયેલા જીવલેણ હુમલાનો સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બંધના એલાનના પગલે ગુજરાતમાં પણ ડોક્ટર એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા પણ ચોવીસ કલાક બંધ પાડીને ડૉક્ટર પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ અરવલ્લી હોમિયોપેથિક ડૉક્ટર એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં ડૉક્ટરને સુરક્ષા આપવામાં આવે અને કોઇપણ પ્રકારની આવી ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની માંગ સાથે જિલ્લાના તમામ ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા. ઇમરજન્સી સેવા સિવાય તમામ સેવાઓ ચોવીસ કલાક માટે બંધ કરી દેવાઇ છે, અને જો કોઇ ડૉક્ટર ઓપીડી સેવા ચાલુ રાખશે તો તેના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની પણ વાત કરાઈ છે. આ સાથે જ જિલ્લા મેડિકલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આદેશ મુજબ આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનાવાશે.

Next Story
Share it