Connect Gujarat

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં DRS નો ઉપયોગ થશે

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં DRS નો ઉપયોગ થશે
X

આઈસીસી દ્વારા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને ટી-20 માં DRSના ઉપયોગને અમલી બનાવવા માટે લીલીઝંડી આપી દીધી છે જે લગભગ આગામી ઓક્ટોબર થી લાગુ થશે.

DRS એટલે કે અમ્પાયર ડિસીઝન રિવ્યુ સિસ્ટમ, આ સિસ્ટમનો ઉપયોગ મેદાન પર અમ્પાયર દ્વારા બેટ્સમેન ને બરતરફ કરવો કે નહિ તે અંગેના લેવાયેલા નિર્ણયની સમીક્ષા કરવા માટે થાય છે.

આઈસીસી દ્વારા બે દિવસીય મિટિંગ બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો સાથેસાથે આ સિસ્ટમનો ખર્ચ આઈસીસી દ્વારા જ ઉઠાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે આ સિસ્ટમનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરવો કે નહિ તે અંગેનો નિર્ણય જૂન 2017 માં યોજાનાર બેઠકમાં લેવામાં આવશે. અને મહિલા ટી-20 વર્લ્ડકપમાં આનો ઉપયોગ થશે અને દરેક ટીમને આ અંગે પોતાનો રીવ્યુ આપવાની તક પણ આપવામાં આવશે.

Next Story
Share it