/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/CLUB-PHOTO.jpg)
અંકલેશ્વરના ભાદી ગામે ચાલતા જુગાર કલબ ઉપર દરોડા
ગાંધીનગર વિજીલન્સ સુત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે ચાલતા જુગાર કલબના નામે પ્રખ્યાત થયેલ જુગારધામ ઉપર અચાનક દરોડા પડાતા સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ગાંધીનગર વિજીલન્સે પાડેલ દરોડામાં ૧૦ થી વધુ વાહનો, ૨૨ થી વધુ જુગારીયાઓ અને લાખોની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વડોદરા-સુરત ને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ ભાદી ગામમાં ગાંધીનગર વિજીલન્સના દરોડાથી અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
હાલમાં જ ભરૂચ જિલ્લાનો કાર્યભાર સંભાળનાર જિલ્લા પોલીસ વડા પણ ખુદ આ દરોડાઓથી ચોંકી ઉઠ્યાના સમાચાર આધારભૂત સુત્રો પાસેથી મળી રહ્યા છે. આ દરોડાઓમાં કુલ કેટલા વ્યક્તિઓની અત્યાર સુધીમાં ધરપકડ કરાઇ અને કેટલાનો મુદ્દામાલ જપ્ત કરાયો તેની ચોકકસ માહિતી હજુ સુધી સાંપડી નથી. પરંતુ અગાઉ અંક્લેશ્વરના ખરોડ ગામેથી મળી આવેલ જુગાર કલબ કરતાં પણ મોટી રોકડ રકમ ભાદી ગામે દરોડા દરમિયાન મળી આવ્યાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની એક વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, એકાએક પડેલ ગાંધીનગર વિજીલન્સના દરોડાથી સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આટલા મોટા પ્રમાણમાં ચાલતા જુગારધામ અંગે સ્થાનિક પોલીસ સાવ જ અજાણ હોય તે માનવું અસ્થાને છે. એટલે સ્થાનિક પોલિસના સક્ષમ અધિકારીઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરાશે. ઉપરાંત જો હાલની ધટના ઉપર વધુ પ્રકાશ પાડીયે તો ૧૦ થી વધુ વાહનો અને લાખોની રોકડ રકમ આ જૂગારધામ ઉપરથી મળી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વધુ માહિતી માટે જિલ્લા પોલીસનો સંપર્ક સાંધતા જાણવા મળેલ કે, હાલ સુધીમાં આ સમગ્ર મામલે કોઇ પણ સત્તાવાર માહિતી મળી આવેલ નથી. જેથી યોગ્ય માહીતી મળ્યા પછી તમામ હકીકત પ્રેસ-મિડિયાને આપવામાં આવશેનું જણાવાયું હતું.