/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/sddefault-1.jpg)
દક્ષિણ આફ્રિકા માં રોડ અકસ્માત માં ગુજરાત ના ચાર આશાસ્પદ યુવાનો કાળનો કોળીયો બન્યા હતા.સર્જાયેલી ઘટના માં ભરૂચ ના ત્રણ અને નડિયાદ ના એક યુવાન મળીને ચારેય ના પ્રાણ પંખેરુ ઉડી જતા તેઓના પરિવારમાં માતમ નો માહોલ છવાય ગયો હતો.
દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી મેળવવા માટે સ્થાયી થયેલા ભરૂચ તેમજ નડિયાદ ના યુવાન મિત્રો ડર્બન -જોહાનિસબર્ગ મોટર વે પરથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા,ત્યારે તેઓની કારને ગમખ્વાર અકસ્માત નડયો હતો.
સર્જાયેલા માર્ગ અકસ્માત માં ગુજરાત ના ચારેય યુવાનો કરુણ મોત ને ભેટ્યા હતા.આ અંગેની જાણ મૃતકોના માદરે વતન માં થતા પરિવારજનો સહિત ગ્રામજનો એ ઘેરા શોક ની લાગણી અનુભવી હતી.
ભરૂચના બરેલી ખો વિસ્તારના અને છેલ્લા પંદર વર્ષ થી દક્ષિણ આફ્રિકા માં સ્થાયી થયેલા સરવર મેહમુદ ખાન પઠાણ ના પરિવારજનો એ અંગે ની માહિતી આપી હતી.