/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sdfdsf-4.jpg)
ગુજરાતના જાણીતી અંબાજી મંદિરની જેમ હવે સોમનાથ મંદિરના કળશ પણ આગામી સમયમાં સોનાથી મઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ આ વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. સોમનાથ મંદિરના ૧૫૦૦ કળશો હવે આગામી સમયમાં સોનાથી મઢવામાં આવશે. જે દાતાઓની મદદથી આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટની કામગીરી વિશે પી. કે. લહેરીએ જણાવી કહ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨૫૦૦ જેટલા યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે. ટ્રસ્ટ દ્વારા વેરાવળની આજુબાજુના ૧૧ ગામોમાં ૧૦૦ ના ટોકન દરે બીમાર ગાયોની સારવાર પણ કરવામાં આવે છે.સોમનાથ ખાતે યોજાયેલા ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના શુભારંભ પ્રસંગે આપેલા વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું. સોમનાથ મંદિરનાં ઘૂમટ પર ૧૫૦૦ કળશ છે. આ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું ભગીરથ આયોજન કરાશે.