New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/FLU-L-RE.jpg)
રાજ્યમાં વરસાદની મોસમ સાથે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે, અને જીવલેણ સ્વાઈન ફ્લુનો કહેર વધતા સોમવારના રોજ પાંચ લોકોનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
રાજયભરમાં એકજ દિવસમાં સ્વાઈન ફ્લૂથી પાંચ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 14 જેટલા કેસ પોઝીટીવ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
વડોદરામાં સૌથી વધુ પાંચ કેસ નોંધાયા છે. કચ્છમાં ચાર, સુરતમાં બે, વલસાડમાં બે અને બોટાદમાં એક કેસ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. સ્વાઈન ફ્લુનો કહેર વધતા આરોગ્ય વિભાગની ટીમો પણ એક્શનમાં આવી ગઈ છે.