Top
Connect Gujarat

ગુજરાત પ્રદેશ મંત્રી ભાજપના પ્રદીપસિંહ વાઘેલાએ બાળકનું પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી

ગુજરાત પ્રદેશ મંત્રી ભાજપના પ્રદીપસિંહ વાઘેલાએ બાળકનું પરિવાર સાથે મિલન  કરાવી માનવતા મહેકાવી
X

૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ ગુજરાતમાં ૨૩મી એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે.ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ દિવસ-રાત એક કરી નાખ્યા હતા. હવે ચૂંટણી પરિણામ શું આવે છે એ જોવું રહ્યું, પરંતુ આ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા આસામના એક બાળકનું પરિવાર સાથે મિલન કરાવી પોતાની લાગણીશીલતાનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા,તેઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા ત્યારે એમની મુલાકાત "અપનાઘર" નામે ચિલ્ડ્રન હોમ ચલાવતા સંચાલક સાથે થઈ.હવે "અપનાઘર" માં રહેતા ૫-૭ બાળકો માંથી આસામનો એક ૭ વર્ષીય બાળક પોતાના પરિવારથી વિખૂટો પડી ગુજરાત આવી પહોંચ્યો હોવાનું એમને એ સંચાલક પાસેથી જાણવા મળ્યું,એ બાળકનું નામ હતું વિકાસ દાસ. તુરંત પ્રદીપસિંહ વાઘેલાએ એ બાળકને એના પરિવાર સાથે મિલન કરાવવાનું મનોમન નક્કી કરી લીધું હતું.

પ્રદીપસિંહ વાઘેલાએ ત્યાં જ બેઠા બેઠા આસામ સરકારના નાણાં મંત્રી હેમંતા બિશ્વાને ફોન લગાવી એ બાળકની સંપૂર્ણ માહિતી આપી.હવે હેમંતા બિશ્વાએ એ બાળક સાથે પ્રદીપસિંહ વાઘેલાના સેલફોન પરથી વાત કરી એના માતા-પિતા કયા વિસ્તારમાં રહે છે ? એ જાણવાની કોશિશ કરી, બન્યું એવું કે છેલ્લા ૧૩ મહિનાથી આસામથી ગુજરાતમાં રહેતો એ બાળક પોતાની માતૃભાષા ભૂલી ગયો હતો એ હિન્દી બોલવા લાગ્યો હતો.છેલ્લે પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના મોબાઈલમાં એ બાળકનો વિડીયો બનાવી આસામના નાણાં પ્રધાનને મોકલી આપ્યો.હેમંતા બિશ્વાએ પણ તુરંત આ વીડિયો ન્યુઝ ચેનલોમાં પ્રસિદ્ધ કરાવ્યો હતો.

આસામના નાણાં મંત્રીની મેહનત પણ રંગ લાવી,ગુવાહાટીના ન્યુઝ ચેનલની ઓફિસે એક પરિવાર પહોંચ્યું અને વીડિયોમાં દેખાઈ રહેલું બાળક પોતાનું હોવાનું જણાવી દસ્તાવેજી પુરાવા પણ આપ્યા.હવે એ ન્યુઝ ચેનલે પરિવારના આ દાવાની ખરાઈ કરાવવા પોતાની ટીમને ગુજરાતના બોપલ વિસ્તારમાં મોકલી,ત્યાંથી લાઈવ પ્રસારણ દ્વારા એ બાળકનો એના માતા-પિતા સાથે ભેટો કરાવ્યો.દરમિયાન એ બાળક વિકાસ દાસ એ જ પરિવારનું હોવાનું અને કામરૂપ જિલ્લાના સમનાગોડી ગામનો રહેવાસી હોવાનું સાબિત પણ થયું.આસામથી આવેલી એ ટીમે અશક્ય એવા બાળકના પરિવાર સાથેના મિલનમાં મુખ્ય ભૂમિકા નિભાવવા બદલ પ્રદીપસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કરી આસામ જવા રવાના થઈ હતી.

Next Story
Share it