ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની અટકળો

New Update
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની અટકળો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં જોડતોડની નીતિ શરુ થઇ ગઈ છે, ત્યારે ચૂંટણી ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં બે તબક્કામાં યોજાશે તેવી અટકળો પણ સોશ્યલ મિડીયામાં વહેતી થઇ છે.

સોશ્યલ મિડીયામાં ચર્ચાનો વિષય બનેલી અટકળો મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,જેમાં તારીખ 3 અને 7 ડિસેમ્બરનાં રોજ ચૂંટણી યોજાશે, અને દસ દિવસ બાદ મતગણતરીની વાતો વહેતી થઇ છે. જોકે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા આ અંગે કોઈજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.