/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/02-3.jpg)
ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ખાલી કાગળ ઉપર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે.કારણકે પહેલા જ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા હોય તેમાં અધિકારીઓની આરામ શાહી કે કોન્ટ્રાકટર ની બેદરકારીને કારણે પહેલા જ વરસાદમાં ધોવાય ગયેલા નજરે પડે છે તેમજ ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવેલ હોય તે લાઈનો નાંખ્યા બાદ માટી પુરાણ બરાબર રીતે નહીં કરવામાં આવતા મોટા મોટા ગાબડા પડ્યા છે અને આ ગાબડાઓ નગર પાલિકા તંત્રને દેખાતા ના હોય તેવું લાગી રહયું છે.
તેને કારણે આ ગાબડા પડેલા રોડ ઉપરથી આવતા જતા રાહદારીઓ અને શાળાના બાળકો અહીંયાથી પસાર થતી વખતે આ ગાબડાઓમાં પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.જેને કારણે કોઈ મોટો અકસ્માત થાય અને કોઈ રાહદારી કે શાળાના બાળકો જાણ ગુમાવે તેની રાહ ગોધરા નગર પાલિકા તંત્ર જોઈ રહ્યા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.