Connect Gujarat
ગુજરાત

ગોધરા : કોમર્સ કોલેજના એન.એન.એસ.એકમ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય રીતે કરવામાં આવી ઉજવણી

ગોધરા : કોમર્સ કોલેજના એન.એન.એસ.એકમ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય રીતે કરવામાં આવી ઉજવણી
X

આજે અષાઢ સુદ પુનમનો દિવસ એટલે કે ગુરુપૂર્ણિમા, આજના દિવસે ગુરુભક્તો દ્વારા પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવાય છે. આ પર્વમાં હજારોની સંખ્યામાં મંદિર તેમજ દેવાલયોમાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે.

ત્યાર ગોધરા શહેરમાં કોમર્સ કોલેજના એન.એન.એસ.એકમના ૧૦૦ વિદ્યાર્થીઓ દ્વારા અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.અને વિદ્યાર્થીઓએ તમામ ગુરુઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા તેમજ કેક કાપી ગુરુ પ્રાથના રજૂ કરવામાં આવી ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓએ ગુરુઓનું પુંજન કર્યુ હતું. અને આ પ્રસંગે ગુરુનું જીવનમાં મહત્વ વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ રૂપે ₹ ૧૦૧ /- આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ એન.એન.એસ.એકમના વિદ્યાર્થીઓ અને કોલેજના તમામ ગુરુઓ ઉપસ્થિત રહયા હતા

Next Story
Share it