New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/4-olmaal-again-poster-released-rohit-shetty-ajay-devgn.jpg)
બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ગોલમાલ અગેઈનનું પોસ્ટર રિલીઝ થયુ હતુ. પોસ્ટર જોઈને એ એ લાગે છે કે ફિલ્મમાં મેજિક અને હોરરનું મિક્સચર હશે, ગોલમાલ અગેઈનના પોસ્ટરમાં અજય દેવગન, તુષાર કપૂર, શ્રેયસ તલપદે, કુણાલ ખેમુ અને અરશદ વારસી ડરેલા જોવા મળી રહ્યા છે, અને તેમણે ગળામાં લીંબુની માળા પહેરી છે, આ ફિલ્મનું ટ્રેલર પણ હવે રિલીઝ થશે.
ફિલ્મ પોસ્ટરમાં લીંબુ, મરચાને પોતાના મોં માં દબાઈને બેઠેલા સ્ટાર્સ દેખાઈ રહ્યા છે, કુણાલ ખેમુ, તુષાર કપૂર, અજય દેવગણ, અશરદ વારસી, અને શ્રેયસ તલપદે દેખાઈ રહ્યા છે, આ ફિલ્મ માં પરિણીતી ચોપરા અને તબુ જોવા મળશે.
આ ફિલ્મ દિવાળી પર એટલે કે 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.