છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે 24 કલાકમાં બીજી વખત અથડામણ, એક જવાન શહીદ

New Update
છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે 24 કલાકમાં બીજી વખત અથડામણ, એક જવાન શહીદ

છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આજે સવારે નક્સલીઓ અને જવાનો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણ દરમિયાન સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. તેમજ એક જવાન ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. સીઆરપીએફના જવાનોએ જડબાતોડ જવાબ આપતા નક્સલીઓને ભારે નુકશાન પહોંચ્યું છે.

પ્રાપ્ય જાણકારી અનુસાર આજે સવારથી જ ધમતરી જિલ્લાનાં સાલેઘાટ વિસ્તારના જંગલોમાં સીઆરપીએફ અને મઓવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ હતી. બંને તરફથી ભાગે ગોળીબાર થઈ રહ્યો છે. આ પહેલા ગુરૂવારે જ બીએસએફની એક ટીમ પર નકિસલીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા.