New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/hg-copy.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર શહેર તથા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નવરાત્રીના પર્વના પહેલા બે દિવસ ધોવાઇ ગયાં છે. સવારથી વરસી રહેલા અવિરત વરસાદને લઈ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા બંધ રાખવાની આયોજકોને ફરજ પડી છે.
એક મહિના અગાઉથી ગરબા રમવા યુવાવર્ગ સજજ બની ગયો હતો પણ આ વર્ષે વરસાદનું વિધ્ન નડી રહયું હોવાથી તેમનામાં નિરાશા જોવા મળી રહી છે. મેઘરાજાને હવે રોકાઇ જવા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.