/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/baadshaho.jpg)
ફિલ્મસર્જક મિલન લુથરિયાની ફિલ્મ "બાદશાહો" આગામી વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની શક્યતા છે.
અભિનેતા અજય દેવગણ, ઇમરાન હાશમી, ઇલિયાના ડી ક્રૂઝ અને એશા ગુપ્તા સહિત ફિલ્મ કાસ્ટે ટ્વિટર પર પોસ્ટ કરીને રિલીઝ તારીખ જાહેર કરી હતી.
"દરેક સંતનો એક ભૂતકાળ હોય છે..... દરેક પાપીનું એક ભવિષ્ય. "બાદશાહો" 1 સપ્ટેમ્બર " ની અજયે પોસ્ટ કરી હતી.
ઇલિયાનાએ પણ ટ્વિટ કરી હતી તેને લખ્યુ હતુ કે "બાદશાહો એક ફિલ્મ જે મેં હમણા માત્ર શરૂ કરી છે પરંતુ એ કે જે પહેલેથી જ નિશ્ચિતપણે મજબૂત રીતે મારા હૃદયમાં છે,રિલીઝિંગ 1 સપ્ટેમ્બર 2017 ના રોજ રિલીઝ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મિલન લુથરિયા અને ભૂષણ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ બાદશાહો જે દેશમાં કટોકટીના પગલે ઉભી થયેલ પરિસ્થિતિ પર આધારિત છે. આ ફિલ્મ માં વિધુત જામવાલ જેવા કલાકાર પણ જોવા મળશે.