New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/Shahid-Kapoor.jpg)
શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'પદ્માવતી "માટે ઘોડે સવારી તેમજ તલવાર બાજી ની તાલીમ લઇ રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
સંજય લીલા ભણસાલી આગામી દિગ્દર્શિત ફિલ્મ પદ્માવતીમાં શાહિદ રાજા રાવળ રતન સિંહ તરીકે જોવા મળશે તેના પાત્રને પૂરતો ન્યાય આપવા માટે હાલના સમયમાં સખ્ત મહેનત કરી રહ્યો છે.
સૂત્રીય માહિતી અનુસાર આ માટે તેને તલવારબાજી અને ઘોડે સવારીના નિષ્ણાંતો ની નિગરાની હેઠળ તે ટ્રેનિંગ લઇ રહ્યો છે જેથી તે પોતાની ભૂમિકા વધુ સારી રીતે ભજવી શકે,તથા રાતના સમયમાં ફિલ્મનું શુટીંગ ચાલતુ હોવાના કારણે તે દિવસ દરમ્યાન આ ટ્રેનિંગ લે છે.
આ ફિલ્મમાં બોલિવુડ જગતના અન્ય સિતારાઓ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ જોવા મળશે.