/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/156.jpg)
દુકાન માલિકે સીસીટીવી ફૂટેજનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી એક ડેરીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ દુકાનદારની નજર ચૂકવી કાઉન્ટરના ખાનામાંથી રોકડ રકમ તફડાવી લેતાં દુકાનદારે સીસીટીવી ફૂટેજ રજુ કરી પોલીસ મા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ડેરી નામની દુકાનમાં દુકાનના સંચાલક અને સાધના કોલોની વેપારી એસોસિએશનના પ્રમુખ અશોક ચાંદ્રા દુકાન વધાવવાની તૈયારી કરતા હતા. ત્યારે એક શખ્સ ઘોરવું લેવા આવ્યો હતો. તે સમયે આખા દિવસનો વેપાર ગણી રહેલા અશોકભાઈએ ઉતાવળમાં હાથમાં રહેલી રોકડ રકમને એકત્ર કરી કાઉન્ટરના ઉપલા ખાનામાં રાખી તે ગ્રાહકને ઘોરવું આપવા માટે કાઉન્ટર છોડ્યું હતું. ત્યારે તેઓની નજરચૂક નો લાભ લઇ ગ્રાહક ના સ્વાંગ મા આવેલા ગઠિયા એ કાઉન્ટર નું ખાનું ખોલી તેમાંથી અંદાજે રૂપિયા 14 હજાર ની રોકડ રકમ તફડાવી લીધી હતી આ સમગ્ર ઘટના ની જાણ તેવોએ પોલીસ ને કરતા પોલીસ કાફલા એ સીસીટીવી ફૂટેજ ના આધારે તેમાં દેખાતા ગઠિયા ની ઓળખ પરખ આદરી છે.