Connect Gujarat
ગુજરાત

જામનગરમાં કટોકટી દિન નિમિતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે સંમેલનનું કરાયું આયોજન

જામનગરમાં કટોકટી દિન નિમિતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે સંમેલનનું કરાયું આયોજન
X

જામનગરમાં કટોકટી દિન નિમિતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખૂબ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર ના ઓશવાળ સેન્ટર ખાતે ૨૫ જૂન કટોકટી દિન તેમજ ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિતે પરદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લાનું સંયુક્ત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય જાણતા પાર્ટીના બુથના કાર્યકર થી માંડી ચૂંટાયેલા તેમજ સંગઠન પાંખના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ હજુ પણ આગળની આવનારી તમામ ચૂંટણીમાં જવલંત વિજય મેળવવા જીતુભાઈ દ્વારા કાર્યકર્તાઓને પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી , ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને મેયર હસમુખભાઈ જેઠવા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Next Story
Share it