જામનગર:લાલપુર કાલાવડ અને જામજોધપુર તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અપાયું આવેદન

New Update
જામનગર:લાલપુર કાલાવડ અને જામજોધપુર તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અપાયું આવેદન

જામનગર ના ગુજરાત કિશાન કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ કે જામનગર માં કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકશાનનું વિમાકંપની દ્વારા વહેલી તકે વળતર મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

publive-image

જામનગર ગુજરાત કિશન કોંગ્રેસ દ્વારા જામનગર શહેર અને

જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતને પાકમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી

નિયમોનુસાર કરવા અંગે જામનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આપી

રજૂઆત કરવામાં આવી હતી. જામનગરના કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી અને

કપાસના રવીપાકમાં ભારે નુકશાની થઈ છે.

જામનગર જિલ્લામાં 187 ટકા વરસાદ થતાં જીલ્લામાં લીલો

દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને ખેતરના સર્વેની કામગીરી નિયમોનુસર કરવા માટે

ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે. ટી. પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો અને

કાર્યકર્તાઓ દ્વારા ખેતીવાડી અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો આગામી

દિવસોમાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન

કરવાની ચીમકી પણ આપી હતી.

Latest Stories