જામનગર: મહાનગર પાલિકા દ્વારા લાદવામાં આવ્યો પાણી કાપ

જામનગર વાસીઓની હાલત ગુજરાતી કહેવત પડ્યા પર પાટું અને દુકાળમાં અધિક માસ જેવી થઈ ગઈ છે. શહેરીજનોને અવારનવાર પાણી કાંપના કારણે પાણી સ્ટોરેજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત ઝોન A અને ઝોન B માં પાણી કાપ લાદવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે સનાળા પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થવાના કારણે સમગ્ર શહેરી વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવ્યો હતો. દર બે દિવસે એક વખત મળતું પાણી પાણી કાપ ના કારણે ત્રણ દિવસે મળ્યું હતું. ત્યારે પણ શહેરીજનોએ આ પાણી કાપનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત પાણીકાપ લાદવામાં આવતા શહેરીજનોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે.
ઢાંકી નજીક નર્મદાની પાઇપલાઇનના પંપીંગ સ્ટેશન પાસે વધુ બે પાઇપ એકસ્ટેન્ડ કરવાની કામગીરીના કારણે જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખાએ શહેરીજનોને ઝોન એ અને બી માં પાણી અનિયમિત કરવાની જાહેરાત કરી છે. નાયબ કમિશનર મુકેશ કુંભારાણાએ અખબારી યાદી અને જાહેર જનતાજોગ વિજ્ઞપતિ માં જણાવ્યું છે કે ઢીકા પાસે નર્મદાની પાઇપ લાઇનનું એક્સ્ટેંશન કામગીરી ચાલુ ચાલુ હોય શટડાઉનના કારણે જામનગરના શંકર ટેકરી પટણીવાડ, કિશાનચોક,ગુલાબનગર,નારાયણનગર તેમજ ભોઈવાડો વિગેરે વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવ્યો છે.
નાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMT