જામનગર: માણામોરા ગામે ખાનગી કંપની દ્વારા પવનચક્કી નાંખવાના મુદ્દે ગ્રામજનોનો વિરોધ

જામનગરના જોડિયા તાલુકાના માણામોરા ગામે ખાનગી કંપની દ્વારા પવનચક્કી નાખવાના મુદે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ગામજનોએ રસ્તારોકો આંદોલન કરી કંપની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો
જામનગરના જોડિયા તાલુકાના માણામોરા ગામે આજે ગામજનો દ્વારા ખાનગી કંપની
દ્વારા પવનચક્કી નાખવાના મુદે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. માણામોરા ગામે
ખાનગી કંપની દ્વારા ગામમાં પવનચક્કી નાખવામાં આવતી હોય ત્યારે કંપનીના હેવી વાહનો
ગામના મુખ્ય માર્ગો પર ચાલતા હોય અને માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે.ગામજનોનું
કહેવું છે કે ગામના રસ્તાની કેપેસિટી 10 ટનની છે. જ્યારે કંપનીના 50 ટનના ખટારા આ
રસ્તા પર ચાલતા રસ્તાની બિસ્માર હાલત થઈ છે. ગામમાં આવવા જવાના બધા રસ્તાઓ તૂટી
ગયા છે. ગામજનો દ્વારા મામલતદાર સહિત તંત્રમાં ઘણી જગ્યાએ રજૂઆતો કરવા છતાં કોઈ
યોગ્ય નિકાલ આવ્યો નથી.
આ ઉપરાંત ગામના ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા જે કામગીરી કરવામાં આવે છે
તેનું પણ ખેડૂતોને કોઈ વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. માટે આજે માણામોરા
ગામના 200 ગામજનોએ ભેગા મળીને કંપની અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરી
રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને જ્યાં સુધી કંપની અથવા સરકાર દ્વારા ગામના
રસ્તાઓ ફરીથી નવા બનાવી આપવામાં ના આવે ત્યાસુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.