Top
Connect Gujarat

જૂનાગઢ તુવેર કાંડ મામલે ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા કલેકટરને અપાયું આવેદન

જૂનાગઢ તુવેર કાંડ મામલે ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા કલેકટરને અપાયું આવેદન
X

કેશોદ તુવેર કાંડ મામલે કોંગી ધારાસભ્ય અને કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદન પત્ર આપવામા આવ્યું કેશોદ અને વિસાવદરમાં તુવેર ખરીદીમાં ગેરરીતિ બહાર આવ્યા બાદ કડક પગલા ભરવાની માંગ કલેકટરશ્રીને કરવામા આવી હતી કોંગી. ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી અને ખેડૂત આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કલેક્ટર ડૉ. સૌરવ પારધી સામે ખેડૂતો એ તુવેરમાં સોયાબીન મિક્ષ કરીને કર્યું નિદર્શન કઈ રીતે તુવેર મા ગોલમાલ કરવામાં આવી છે. તેનો નમૂનો લલિત ભાઈ વસોયા દ્વારા બતાવવામાં આવ્યો હતો. આ સમક્ષ જે ખેડૂત પુત્રએ આ તુવેર કાંડ ખુલ્લુ કરવામા આવ્યું અને હાલ જે ધમકીઓ મળી રહી છે તેને માટે કલેક્ટર સમક્ષ રક્ષણની માંગ કરવામાં આવી હતી.

જો સરકાર દ્વારા તપાસમાં ઢીલ મુકવામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવામાં સરમાસે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Next Story
Share it