/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/1-4.jpg)
2013 માં આવેલ સોશિયલ મુદ્દા પર બનેલ અરશદ વારસી સ્ટાર ફિલ્મ જોલી LLB દર્શકોને ગમી હતી જેને સુભાષ કપૂરે ડિરેક્ટ કરી હતી.
2016 માં ફરી તેનો બીજો ભાગ જોલી LLB 2 ને પણ તેમના દ્વારા જ નિર્દેશિત કરવામાં આવ્યો છે.જેમાં અક્ષય કુમાર (જોલી)અને હુમા કુરેશી (પુષ્પા પાંડે) મુખ્ય કલાકાર તરીકે છે.તેમજ અન્ય કલાકરોમાં સૌરભ શુક્લા , અનુ કપૂર અને સયાની ગુપ્તા છે.
જોલી એક વકીલ માટે કામ કરે છે જેને પોતાની ઓફિસ હોવાની ઈચ્છા હોય છે એ પોતાની જિંદગી ખુશીથી જીવતો હોય છે ત્યાં અચાનક એક વળાંક આવે છે જેમાં હિના સિદ્દકી નામની મહિલાના પતિનું એન્કાઉન્ટર થઇ જાય છે અને જોલી તેનો ખોટો એન્કાઉન્ટર કેસ લડવા તૈયાર થઇ જાય છે અને કાનૂની લડાઈ તેમજ દાવપેચ શરુ થાય છે.
ફિલ્મની સ્ટોરી ખુબ સારી છે તેમજ અક્ષયની એક્ટિંગ અને કોમેડી પણ દર્શકોને ગમે તેમ છે તેથી આ ફિલ્મને 3 / 5 રેટિંગ આપવામાં આવે છે.