ઝઘડીયા: વંઠેવાડ ગામેથી દિપડો ઝડપાયો

ઝઘડીયા તાલુકાના વંઠેવાડના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી દિપડો હોવાના ભયના ઓથાર નીચે જીવી રહ્યા હતા. દિપડો હોવાની વાત વન વિભાગને પણ કરતાતા વનવિભાગ દ્વારા દિપડાને ઝડપી પાડવા માટે પાંજરૂ મુકાયું હતું.જેમાં આખરે દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
https://twitter.com/ConnectGujarat/status/1183983400534851588?s=20
ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકમાં દિપડો ફરતો હોવાથી છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોમાં ભય છવાયો હતો. લોકો પોતાના જાનમાલ તેમજ પશુધન માટે ચિંતિત બન્યા હતા.પંથકમાં દિપડો દેખાવાની વાત વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકી દિપડાને પકડવાની કવાયત હાથધરવામાં આવી હતી.જેમાં ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામે મુકાયેલા પિંજરામાં એક યુવાન દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.વન વિભાગ દ્વારા આ દિપડાને યોગ્ય ચકાસણી બાદ યોગ્ય જગ્યાએ છોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.