/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/Dang.jpg)
ડાંગ જિલ્લાની એતિહાસિક આદિવાસી કૃતિઓ રજૂ કરી આહવાનગરમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી
શ્રી સંપ્રદાય ડાંગ જિલ્લા સેવા સમિતી દ્વારા "ગુડી પડવો" નૂતનવર્ષની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો વિષમ પરિસ્થિતિ ધરાવતો હોવા છતાં પણ તહેવારોની ઉજવણી કરવામાં પાછળ પડતો નથી,તેવામાંઆજરોજ ગુડીપડવા પર્વની ઉજવણી માટે શ્રી સંપ્રદાય ડાંગ જિલ્લા સેવા સમિતિનાં ગામડે ગામડેથી હજારોની સંખ્યામાં ભાવિકભક્તો આહવા ખાતે ઉમટી પડયા હતા,ડાંગ જિલ્લાની એતિહાસિક આદિવાસી કૃતિઓ રજૂ કરી આહવા નગરમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લાની ૨૫ પ્રકારની કૃતિઓમાં,ડાંગી નૃત્ય,ઠાકરે,માદળીયા,હોળી નૃત્ય,ભાયા,કહાળીયા સહિતનાં અનેક નૃત્ય રજૂ થતા ભાવિક ભક્તો ડોલી ઉઠ્યા હતા,જેમાં શ્રી સંપ્રદાય ડાંગ જિલ્લા સેવા સમિતિનાં ભક્તોએ ગુડીપડવોનાં પર્વ નિમિત્તે જગદગુરૂની આરતી કરી મહાપ્રસાદનું પણ વિતરણ કરાયુ હતુ, આહવા ખાતે ગુડી પડવો પર્વનાં નૂતનવર્ષની ઉજવણી પ્રસંગે જગદગુરૂ શ્રી સંપ્રદાય સેવા સમિતિનાં પંડ્યા, મુરલીધર બાગુલ,સીતારામ ગાવીત,લાલચંદ રાઉત,યોગી અરૂણ ત્રકષિકેશ,સહિતસંજયભાઈ માળી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.