ડેપ્યુટી CM નીતિનભાઇ પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

0

પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે હજારો ભક્તો રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના એક એવા સોમનાથના દર્શનનો લાભ લઇ રહ્યા છે. ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પણ સોમનાથ મહાદેવ દાદાના ચરણોમાં શિશ ઝુકાવીને આરાધના કરી હતી.

નીતિનભાઇ પટેલે સોમનાથ મંદિરમાં મહાદેવની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી. તેમજ તેમણે રાજ્યમાં સુખ-શાંતિ ફેલાય અને સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી મુખ્યપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમવાર સોમનાથની મુલાકાતે આવ્યા છે. 5 ઓગષ્ટ 2016ના રોજ તેઓ નવા ડેપ્યુટી CM તરીકે પસંદગી પામ્યા હતા. તેઓ આનંદીબેન પટેલની સરકારમાં પણ કેબિનેટ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here